અમદાવાદના બે કોન્સર્ટમાં કોલ્ડપ્લેએ ચાહકોના હૃદય લીધા

અમદાવાદના બે કોન્સર્ટમાં કોલ્ડપ્લેએ ચાહકોના હૃદય લીધા

અમદાવાદના બે કોન્સર્ટમાં કોલ્ડપ્લેએ ચાહકોના હૃદય લીધા

Blog Article

બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેના 26 જાન્યુઆરીના અંતિમ કોન્સર્ટમાં ક્રિસ માર્ટિને “હેપ્પી રિપબ્લિક ડે, ઇન્ડિયા!” અને દેશભક્તિનું ગીત “વંદે માતરમ” ગાઈને પ્રેક્ષકોના હૃદયો સ્પર્શી લીધા હતી. 1.25 લાખથી વધુની ક્ષમતા ધરાવતા સ્ટેડિયમની અંદરનું વાતાવરણ ઉત્સાહજનક હતું.

25 જાન્યુઆરીએ પણ કોલ્ડપ્લેએ આ સ્ટેડિયમમાં શો કર્યો હતો. બંને શોએમાં સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ ગયું હતું. પ્રથમ શો પછી બેન્ડના લીડ સિંગર ક્રિસ માર્ટિને શોને તેમના અત્યાર સુધીના સૌથી મોટો કોન્સર્ટ ગણાવીને અમદાવાદનો આભાર માન્યો હતો.

વાદળી ટી-શર્ટ અને જીન્સમાં સજ્જ માર્ટિને “હાઈ પાવર” સાથે શોની શરૂઆત કરી હતી. આ પછી “એડવેન્ચર ઓફ એ લાઈફટાઇમ” અને “પેરેડાઈઝ” જેવી સુપર હિટ સોંગ રજૂ કર્યા હતાં. બેક-ટુ-બેક ટ્રેકમાંથી બ્રેક લઈને માર્ટિને પ્રેક્ષકોને હિન્દીમાં સંબોધિત કર્યા હતાં અને દેશના વિવિધ ખૂણામાંથી મોટી સંખ્યામાં આવવા બદલ તેમનો આભાર માન્યો હતો.

માર્ટિને જણાવ્યું હતું કે ધન્યવાદ પ્યારે દોસ્તો. આપ સબ કા બહોત સ્વાગત હૈ. આપ સબકા બહોત ધન્યાવાદ કી આપને હમે યહા પરફોર્મ કરને કા મૌકા દિયા. અમદાવાદ મેં આ કે હમ બહોત ખુશી હો રહી હૈ.

76મા ગણતંત્ર દિવસ નિમિત્તે ભારતીય પ્રશંસકોને પણ શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે “અમે અહીં આવીને ખૂબ જ ખુશ છીએ. ભારતમાં દરેક વ્યક્તિને ગણતંત્ર દિવસની શુભેચ્છા.

ગાયકે સંગીત ઉસ્તાદ એ આર રહેમાનના 1997ના દેશભક્તિના ગીત “મા તુઝે સલામ”ની કેટલીક લાઇનો પણ ગણગણી હતી. માર્ટિને “યલો,” “ચાર્લી બ્રાઉન,” “ઓલ માય લવ,” “ક્લોક્સ,” “પીપલ ઓફ ધ પ્રાઈડ,” “હાઈમ ફોર ધ વીકએન્ડ,” અને “વિવા લા વિડા” જેવા ગીતો રજૂ કર્યા હતાં.

સ્ટેડિયમમાં ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહની હાજરીને સાથે ચાહકોનો ઉત્સાહ વધ્યો હતો. ક્રિસ માર્ટિને પણ ફરી વખત બુમરાહની અદભૂત ક્રિકેટ સિદ્ધિઓનું સન્માન કરવા માટે ગીતના શબ્દોમાં ફેરફાર કર્યો હતો. બુમરાહ ઇંગ્લેન્ડના બેટ્સમેનોને આઉટ કરતો હોવાની ક્લિપ્સ સ્ક્રીન પર પ્રદર્શિત થતાં સ્ટેડિયમ હર્ષથી ગુંજી ઉઠ્યું હતું.
અમદાવાદ ખાતેના 27 જાન્યુઆરીના કોન્સર્ટ સાથે કોલ્ડપ્લેનની ‘મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂર’નું સમાપન થયું હતું. કોલ્ડપ્લેએ અગાઉ મુંબઈમાં ત્રણ શો કર્યા હતા. બ્રિટિશ રોક બેન્ડમાં ગિટારવાદક જોની બકલેન્ડ, બેસિસ્ટ ગાય બેરીમેન, ડ્રમર અને પર્ક્યુશનિસ્ટ વિલ ચેમ્પિયન અને મેનેજર ફિલ હાર્વેનો પણ સમાવેશ થાય છે.

પ્રથમ શોમાં પણ ક્રિસ માર્ટિન ગુજરાતી ભાષામાં સ્થાનિક પ્રેક્ષકો સાથે જોડાણ કરી જણાવ્યું હતું કે તમે બધા મઝામાં છો? ધન્યવાદ મારા દોસ્તો. અહીં આવીને બહુ મઝા આવી છે. તેમના આવા સંબોધનથી આખુ સ્ટેડિયમ ઝુમી ઉઠ્યું હતું.કોલ્ડપ્લેના ચાહકો દેશ-વિદેશથી આ કોન્સર્ટ જોવા માટે અમદાવાદ ઉમટી પડ્યાં હતાં. સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું હતું અને લોકોનો ઉત્સાહ ચરમસીમાએ હતો.

સાંજે પાંચ વાગ્યે શરૂ થયેલા આ ઈવેન્ટ માટે પ્રેક્ષકોને બપોરે ૨ વાગ્યાથી જ સ્ટેડિયમમાં પ્રવેશ અપાયો હતો. સ્ટેડિયમમાં આશરે એક લાખ વધુ લોકોની ઉપસ્થિતિને ધ્યાનમાં રાખીને જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા કરાઈ હતી.

Report this page